Guru Purnima Wishes Images
મને જન્મ મળ્યો એના માટે
હું મારા માતાપિતાનો આદર માનું છું
પણ મને જીવનની કેળવણી મળી એના માટે
હું મારા ગુરુનો આભાર માનું છું
*મારા ગુરુને ગુરુપૂર્ણિમા ની
ખૂબ જ શુભેચ્છાઓ*
કહેવાય છે કે વૃક્ષ પોતાનું ફળ
જાતે નથી ખાતું પણ
બીજાને આપી દે છે
એવું જ કંઇક શિક્ષકનું છે
પોતાનું જ્ઞાન પોતાના માટે નહિ
પણ બીજાના હિત માટે ઉપયોગ કરે છે..!!
ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ
નામ નહીં પણ કામમાં જ માને છે એ ગુરુ છે;
શિષ્યને સરળ કર્યા વગર ક્યાં હાર માને છે..!
મારા ગુરુને ગુરુપૂર્ણિમા ની
ખૂબજ શુભેચ્છાઓ
કોઈ માણસ તમારો શત્રુ નથી
કે કોઈ માણસ તમારો મિત્ર નથી.
પણ,
દરેક માણસ તમારો ગુરુ છે.
જે જીવનમાં તમને કૈક ને કૈક શીખવાડશે.
🙏ગુરુ પૂર્ણિમા ની શુભકામના🙏
ગુરુ એજ નથી કે જે નિશાળમાં ભણાવે છે
દરેક એ વ્યકિત જે
તમને જીવનમાં અલગ અલગ પાઠ ભણાવે છે એ બધા જ
તમારા ગુરુ કહેવાય છે
અને ગુરુ વિનાનું જીવન એકદમ વ્યર્થ કહેવાય છે.
🙏🏻ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ🙏🏻
સમય પણ શીખવાડે છે અને ગુરૂ પણ,
પણ બંને વચ્ચે ફક્ત એટલુ છે અંતર
કે ગુરૂ શીખવાડીને પરીક્ષા લે છે
અને સમય પરીક્ષા લઈને શીખવાડે છે.
ગુરૂપૂર્ણિમાની શુભકામનાઓ
જીવન માં માર્ગદર્શક બની સાચો માર્ગ બતાવનાર
ગુરુજનો ને વંદન ”ગુરુ પૂર્ણિમા”ની હાર્દિક શુભકમનાઓ
આદિયોગી સર્વ ધર્મના આવવાના પહેલા થી મોજૂદ છે. એમની વિધિઓની સાર્વભૌમિકતાના
ઉત્સવને મનાવવા માટે આદિયોગીનો આ ભવ્ય મુખ 112 ફિટ ઊચો છે.-સદગુરુ
આદિયોગી તમને રોગો, અગવડ અને ગરીબી થી મુક્ત કરે છે અને આ બધાથી
પરે તમને જીવન મરણના ચક્રથી મુક્ત કરે છે. – સદગુરુ
🙏🏻 ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ 🙏🏻
ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા
ગુરુ બ્રમ્હા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત, પરબ્રમ્હ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
શુભ ગુરુ પૂર્ણિમા
ગુરુ એટલે માતાપિતા, કલિયુગમાં દેવ છે ગુરુ.
ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના
ગુરુ – ‘ગુ'(અંન્ધકાર) અને ‘રુ'(પ્રકાશ)ની યુતી છે.
આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિતને અમારા કોટી કોટી પ્રણામ.
હેપ્પી ગુરુ પૂર્ણિમા
તેજ ગુરુ શ્રેષ્ઠ છે,
જેની પ્રેરણાથી કોઈનાં ચરિત્રમાં પરિવર્તન થાય,
અને મિત્ર તેજ શ્રેષ્ઠ છે,
જેની સંગતથી રંગત બદલાય જાય.
શુભ ગુરુ પૂર્ણિમા
ગુરુ પ્રત્યે ભેદભાવ રાખશો નહીં,
ગુરુથી દૂર ન રહો,
આ ગુરુ વિનાનો માણસ એ
આંખમાંથી વહેતું પાણી છે.
ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા.
ગુરુ વિના જ્ઞાન નથી
જ્ઞાન વિના આત્મા નથી
ધ્યાન, જ્ઞાન, સંયમ અને કર્મ
બધુંજ ગુરુ ની ભેટ છે.
આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે ગુરુ ના સ્થાને છે, તે સહુને મારા અંત:કરણથી શતશત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.