Life Shayaries

Shayari On Life In Gujarati
હંસીને જીવવું એ જ દસ્તૂર છે જીવનનો, આ જ એક કિસ્સો પ્રસિદ્ધ છે જીવનનો.
અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.
વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.
તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.
જીવનમાં આટલુ યાદ રાખો મિત્રો
ત્રણ કોઈની રાહ જોતા નથી,
સમય,મ્રુ ત્યુ અને ગ્રાહક
ત્રણ વસ્તુ જીવનમાં એકવાર મળે,
મા, બાપ અને જવાની.
ત્રણ ગયા પછી પાંછા વળતાં નથી,
તીર કમાનથી, વાણી જીભથી, પ્રાણ દેહથી.
ત્રણ ઉપર હંમેશા પડદો રાખો,
ધન, સ્ત્રી અને ભોજન.
ત્રણથી બચવા પ્રયત્ન કરવો,
ખોટી સંગત, સ્વાથૅ અને નિંદા.
ત્રણ ઉપર મન લગાવાથી પ્રગતિ થાય,
ઈશ્વર, મહેનત અને વિધા.
ત્રણને કદી ભૂલશો નહીં,
દેવુ, ફરજ અને માંદગી.
ત્રણ વ્યક્તિનું સદા સન્માન કરવું,
માતા, પિતા અને ગુરુ.
ત્રણને હંમેશા વશમાં રાખો,
મન, કામ અને લોભ.
ત્રણ વ્યક્તિ ઉપર હંમેશા દયા કરો,
બાળક, ભૂખ્યા અને અપંગ.
યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા,
ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
તું ભલે હથિયાર માફક વાપરે,
આમ એને લાગણી કહેવાય છે.
કંઈક કાચીંડા ઘાયલ થયા
રંગ મારી જિંદગી ના જોઈને..
યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા
ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાંય બારી જોઈએ

Best Life Shayari Whatsapp Status Photo
જીવન એક રૈલ ગાડી છે, જેના હું અને તમે એક યાત્રી છીએ.
મુસાફર નો સાથ, મુસાફરી નો સંગાથ જ એક બીજાની ખાતરી છે.
જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ.
કોઈ ની બાજી ખુલી છે તો,
કોઈ ને છે બંધ,
બાજી કોણ મારી જશે એ છે અકબંધ,
એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..
મળે છે હાથથી બસ હાથ,
મન મળતાં નથી જોયાં,
ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ?
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે;
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?
સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?!
સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?!
“હું” ..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું,
પ્રભુ, તે દિ’ તુજ ચરણમાં સ્થાન યાચું.
પગલી પ્રીત
યાદનું મોતી સર્જે
આંખને ખૂણે.
પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.!
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !

Wonderful Life Shayari Photo
દરેકે દરેક મુસાફર, નવી સફર નવા સ્વરૂપે કરાવે છે,
નક્કી તમારે કરવાનું છે, કોણ તમારી સફર ને સફળ બનાવે છે,
જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ.
ખુલ્લી આંખોએ
સપ્તરંગી શમણાં,
આકરાં ઠરે.
નહિ કરું હોંકારો ભરવાની ઉતાવળ,
હું ગઝલનાં ગર્ભમાં ઉછરી રહ્યો છું…
નોંધ લેવાશે તમારા તેજની,
સૂર્યનો પડછાયો જો પાડી શકો…
હારવાની શર્તને મંજૂર રાખીને રમ્યો છું,
ડર હતો તમને અમારા જીતવાનો; એ ઘણું છે.
બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે
સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર
જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક
ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.
સપના પણ કેટલા છેતરામણા હોય છે,
એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે,
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું,
એ બંધ આંખે જ સોહામણા હોય છે.

Wonderful Life Shayari Image
જેને ચાહો છો તેને મેળવી નથી શકતા,
જેને મેળવો છો તેને ચાહી નથી શકતા,
એટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક આવી જાય તો કુદરતનો આભાર માનજો.
જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને
જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે
દુનિયા માં ઘણા સ્વરૂપ છે પાપ ના. પણ હું ત્રણ પાપ ની જ વાત કરું છું જે લોકો માટે કદાચ અ સામાન્ય હશે પણ મારા મતે એં પણ એક પાપ જ છે.
ભુખીયા હોવા છત્તા પેટની
પત્ની થી છુપાવેલી વાત, એ એક
પતિ નું પાપ છે ………
એકનોએક હોવા છત્તા જીવાધાર
જેને ના ગણવો દુઃખ માં ભાગીદાર, એ એક
પિતા નું પાપ છે ……………
બાળી પોતાની કરી નાખે રાખ
વેડફી નાખે નશાખોરી માં જે જાત, એ એક
પોતેજ પોતાનું પાપ છે…………
જે ના સમજે એક પતિ થી પિતા બની પોતે આ વાત
એના મતે શું પુણ્ય શું પાપ?
અનુભવ એ એક એવો કાંસકો છે
જે કુદરત આપણે ત્યારે જ આપે છે
જયારે આપણે તાલીયા થઇ ગયા હોઈએ છે
સુખ વહેંચવા
સંગત જોઇએ..,
દુ:ખ વહેચવા તો
અંગત જ જોઇએ…!!
વિચારો કે પાણી થી વિખુટી પડેલ માછલી તડપી તડપી ને મરી જાય છે …
કેમ કે …
ખબર ના હતી એને નજદીકિયા પહેલા આદત ,
પછી જરૂરત અને પછી એ જિંદગી બની જાય છે …..
જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે,
ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.
લખેલા શબ્દ લીટા મારવા થી ભૂસાતા નથી,
દિલ માં પ્રેમ ના મોજા એમ જ ઉભરાતા નથી,
સબંધો નક્કી થયા હોય છે ઉપર થી જ,
એટલે તો આપને એક બીજા ને ભૂલતા નથી.

Lovely Life Shayari Pic
સાચો સંબધ વરસાદ જેવો નથી હોતો ,
કે આવે અને જતો રહે ,
સાચો સંબધ તો પવન જેવો હોય છે ……
જે દેખાતો નથી પણ હમેશા તમારી પાસે જ રહે છે …….
૭ વાર (Week) આપશે તમને નવી સવાર,
અધૂરા સવાલના શોધવા જવાબ.
આજે નહિ તો કાલે, જરૂર મળશે જવાબ,
ખાલી જગ્યા સમજીને, જો કરશો નવી શરૂઆત.
શુભ શરૂઆત, શુભ સવાર.
સારા કામ માટે સારી સવાર તો, રોજ મળે છે,
બસ, આપણે એને સારા વિચાર થી જોવાની જરૂર છે.
નવા સ્વાદ માટે, ઘરનું ભાણું તો રોજ મળે છે,
બસ, આપણે એને સારા સ્વાદ થી જોવાની જરૂર છે.
સારા સપના માટે ઘરના સભ્યો સાથે રોજ મળે છે,
બસ, આપણે એમની એં આંખો ને જોવાની જરૂર છે.
પ્રેમની પરિભાષા, પ્રેમિકા કે પત્ની તરફથી તમને રોજ મળે છે.
બસ, આપણે એં પ્રેમ પર પ્રેમ થી એકવાર જોવાની જરૂર છે.
કેવું થાય જ્યારે ગમતું સ્વપ્ન તુટી જાય,
ફરિયાદ પણ કેમ થાય જ્યારે કોઇ અંગત રુઠિ જાય,
શું દોષ આપુ હું મારાં ઇશ્વરને,જુનો રિવાજ છે,
કોઇ મળે છે તો કોઇ છુટી જાય છે.
છે ભૂલા પડવાનો એકજ ફાયદો ,
કેટલા રસ્તા પરિચિત થાય છે
કોઇ ઘટના બને એ જરૂરી નથી,
રોતાં રોતાં અમસ્તાય હસવું પડે.

Life Shayari Status Pic
સમય ને જતા અને સંજોગો ને બદલાતા ક્યાં સમય જ લાગે છે !
એ તો સમય અને સંજોગો ની કળા છે
કે આપણે સમય ની સાથે વહી જઈએ છીએ
અને સંજોગો ની સાથે વણાઈ જઈએ છીએ . .
ખુશ રહેતા લોકોને પણ, દુઃખ દિવસ માં રોજ મળે છે.
બસ, આપણે દુઃખ માંથી માથું ઊંચું કરી બીજે જોવાની જરૂર છે.
સફળતા માટે સમય તો પુરતો સૌને મળે છે,
બસ, આપણે નિષ્ફળતા ને સારો વિચાર ગણી જોવાની જરૂર છે.
મારા જેવું આવું કહેનારા દુનિયામાં ઘણા, બધાને રોજ મળે છે.
આપણે સાચી રીતે વાત સમજીએ તો, જીવન માં ફરક તો જરૂર પડે છે.
Station Station ફરી, તમને નવી સવાર રોજ આપે છે,
સફર માં સફળ થયા તો ઠીક નહીતર પાછી રાતે લાવે છે.
જીવન એક રૈલ ગાડી છે, જેમાં હું અને તમે એક યાત્રી છીએ.
રૈલ ના બે પાટા, સુખ અને દુઃખ ની સમાન ભાતી છે,
જે એના પર સંતુલન જાળવે એજ તો સાચો માનવી છે.
કોઈ યાત્રી રૈલ થી છૂટી જાય કે સફરમાં એ છટકી જાય,
તો રૈલ એનાથી કદી ના અટકાય, સદાકાળ એ નિરંતર જાય.
જીવન એક રૈલ ગાડી છે, જેના હું અને તમે એક યાત્રી છીએ.

Life Shayari Picture
સંબંધ એટલે શું ?
જયાં શબ્દો ગોઠવ્યા વગર વાત કરી શકાય,
આસું છુપાવ્યા વગર રડી શકાય,
સંકોચ રાખ્યા વગર મદદ માંગી શકાય,
એ જ સાચો સંબંધ.
ઝીંદગી ની રેસ માં એટલો આગળ આવી ગયો.
પાછળ ફરી ને જોતા થોડો હું હરખાઈ ગયો.
જે દુઃખ ના દિવસો મને દુઃખી કરી રડાવતા હતા,
આજે એં મને યાદ કરી દિવસો ફરી મને રડાવે છે.
માનવ સંબંધમાં તકરાર ઊભી થવાના પાંચ મુખ્ય કારણો:-
૧. અભિમાન
૨. ઈર્ષ્યા
૩. ક્રોધ
૪. લાલચ
૫. વહેમ
સુખ હોય કે દુખ પરંતુ માણસ ક્યારેય પણ કોઈ એક સ્થીતીમા કાયમ રાજી રહી શકતો નથી.
જાજુ સુખ પણ સહન થઈ શકતુ નથી અને કશાક્નો અભાવ પણ સહન થઈ શકતો હોતો નથી.
ધર્મ વિનાનું જીવન એટલે ફળ વિનાનું વ્રુક્ષ.
ગઈ કાલની ખરાબ કે નબળી સ્મ્રુતીને ઉંચકીને જીવશો તો આજનો દીવસ બોજા રૂપ લાગશે.

Life Shayari Image
નદીઓની મીઠી મીઠાશે ઘુઘવાટ કર્યો છે,
કેટકેટલી ગંદગીએ અહિ વસવાટ કર્યો છે,
લાગણીઓનો અતિરેક ખારાશ બક્ષી રહ્યો
એટલે, રેતમાં આળોટવા રઘવાટ કર્યો છે.
ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો, કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે..
એકલા ભણતરથી કાંઈ થતુ નથી.
કેળવણી એ સર્વાંગી વિકાસ માટેનુ
સબળ અને જીવંત પરિબળ છે
વિશ્વ આશ્ચર્યજનક વસ્તુઓ થી ભરેલું છે,
પરંતુ મનુષ્ય થી મોટું આશ્ચર્ય બીજું એકેય નથી.
તમે આવો ને સન્માન મળે એના કરતા તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ કરજો…
જીવન તો નદી ની માફક વહેતું જ રહેવા નું ..
તમે પણ જો વહેશો તો જીવશો અને અટકશો તો ડૂબી જાસો..

Life Shayari Fb Status Photo
જિંદગી કેટલી છે કોને ખબર …..
કયું પંખી ક્યરે ઉડી જાય કોને ખબર ….
જીવી લો થોડા પલ પ્રેમ થી ….
આ સ્વાસ ક્યરે દગો દઈ જાય એ કોને ખબર …..!
રસોડા માં ઓઈલ – શરીર માં લોહી અને ગાડી માં પેટ્રોલ ઓછુ થાય એ ના ચાલે…
જીવન નું લક્ષ્ય આનંદ ની પ્રાપ્તિ છે.
સર્વ ધર્મ નો સાર માત્ર એક જ છે…..પવિત્ર બનો અને બીજા નું ભલું કરો.
બીજા ને દોષ ના દો કેમ કે તમે જે કઈ દુખ ભોગવી રહ્યા છો તેનું એક માત્ર કારણ તમે પોતેજ છો.
કોઈ માનવી વર્તમાનમાં જીવે એવું કદાચિત હોય છે.
ક્યાંતો એ ભૂતકાળથી પીડિત હોય છે
ક્યાંતો એ ભવિષ્ય અંગે ચિંતિત હોય છે

Life Shayari Beautiful Image
તમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે,
છે રોશની તો ય મને અંધકાર લાગે છે,
છે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે,
તમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે….
જે પરિસ્થિતિમાં આપણે સુખની ઈચ્છા અને આશા કરીએ તે પરિસ્થિતિમાં આપણને દુઃખની અનુભૂતિ થાય છે
આપણે ગમે તે દાવ-પેંચ કરીએ પણ હુકમ નો એક્કો તો કુદરત જ ફેંકી જાય છે
આપણે નાની બાબતોમાં મનને નારાજ થતું અટકાવીએ તો પણ સુખમાં વધારો થાય.આપણું મન એટલું બધું નાજુક છે કે,તેને કોઈ વ્યક્તિ કઈક કહી જાય તો, મન નારાજ. આપણું ધારેલું બને નહીં,કોઈ આપણા કહેવા પ્રમાણે ન ચાલે , ન માને તો મન નારાજ. કેટલીક બાબતો સત્ય હોય તો તેને સ્વીકારવાતાં શીખવું જ પડે. કેટલીક ટેવો અન્યને ગમતી હોય તો એ પણ બદલવી પડે.
નદીમાં નિર્મળતા ન હોય તો તે નદીની કિંમત શું? ફળમાં મધુરતા ન હોય તો તે ફળની કિંમત શું? ફુલમાં સુંગધ ન હોય તો તે ફૂલની કિંમત શું? જીવનમાં સહનશીલતા અને ધીરજ ના હોય તો તે જીવનની કિંમત શું?
ગુસ્સો, નારાજગી અને અબોલા નાની તકરાર ને મોટી તકરારનું સ્વરૂપ આપે છે

Amazing Life Shayari Status Pic
ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યારે છટકવું.
આ ત્રણ વસ્તુ આવડી જાય તો જીંદગી માં ક્યારેય લટકવું ના પડે.
ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે ,
વિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,
જીવન એટલું પણ મજબુર નથી હોતું ,
જીગર થી જીવો તો જલસા પડી જશે ,
‘ચેરીટી બીગીન્સ એટ ધ હોમ’ સહયોગ , સહાનુભૂતિ , સમાધાન , સહનશીલતા અને સૌજન્ય આ પાંચ ગુણોનું અમલીકરણ કરવાથી ઘર એજ સ્વર્ગ બની જશે એમાં કાંઈપણ મીનમેખ નથી.
એવી વ્યક્તિ સાથે મિત્રતા ના રાખો જે તમારા દુશ્મન પાસે જઈને બેસે
બોલ જાણવી છે તારે ? ખરી પડતા સુકા પાન ની વ્યથા ,
તો થામ એક વૃદ્ધ નો હાથ ને સાંભળ એની કથા .
એક બાજીના રમનારા બે,
એક જીતે તો એક હારે.
પણ પ્રેમની બાજી રમનારામાં
તો બેયની જીત થાય
અથવા બેયની હાર.