Friendship Day Wishes Images
મારા ધડકતા હ્રદયમાં મિત્રોનો વાસ છે,
જયાં સુધી શ્વાસ છે ત્યાંસુધીનો વિશ્વાસ છે;
નચિંત બનીને રહું છું ઈશ્વર હું તારી દુનિયામાં,
તારા રૂપમાં મિત્રો મારી આસપાસ છે.
Happy Friendship Day To All
સાચા મિત્રો હ્રદયમાં રહે છે,
રક્તની જેમ તનમાં વહે છે,
જે કર્યુ કૃષ્ણ એ સુદામા માટે,
મિત્રતા તેને જ કહે છે.
હેપ્પી ફ્રેંડશીપ ડે
ફૂલો ની કોમળતા,
ચંદન ની સુગંધ,
ચાંદની ની શિતલતા
સૂર્યનું તેજ તારી મૈત્રી.
આપણી સફળતા જોઈને આપણા કરતાં વધુ ખુશ થાય તે મિત્ર.
મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધી ભરી દે છે.
મૈત્રી હોય ત્યાં કરાર ન હોય
કરાર હોય ત્યાં યાર ન હોય
આંખો બોલે ને મન સાંભળે
ત્યાં લખાણ ના વ્યવહાર ન હોય.
હેપ્પી ફ્રેંડશીપ ડે